4 views today | 45 total views | 76 words | 0.4 pages | read in 0 mins

kavi-dayaram-author-hu-shu-janu-je-shortstoriescoin-image હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુહું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ,
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ.

હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે,
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે,
કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે,
કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે. …હું શું જાણુ

એકલડી દેખે ત્યાં પાવ રે લાગે,
રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે,
જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે,
દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે. …હું શું જાણુ


Hu Shu Janu Je Vhale Mujma Shu Dithyu – Kavi Dayarama Poems

Disclaimer: All the stories, poems and images used on this website, unless otherwise noted are assumed to be in the public domain. If you feel your image or story or poem should not be here, please email us to [email protected] and it will be promptly removed.
Note: We do not use any of our content for commercial purpose.