Chakshu Badlani Ne – Gangasati Bhajans

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે … ચક્ષુ.

નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે … ચક્ષુ.

અવિગત અલખ અખંડ અવિનાશી રે
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,
હવે મટી ગયો જન્મનો ભાસ રે … ચક્ષુ.

ઉપદેશ મળી ગયો ને કરાવ્યો
પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં ને
આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે … ચક્ષુ.

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી – ગંગા સતી



0 views today | 4 total views | 96 words | 0.51 pages | read in 1 mins


Disclaimer: All the stories, poems and images used on this website, unless otherwise noted are assumed to be in the public domain. If you feel your image or story or poem should not be here, please email us to [email protected] and it will be promptly removed.
Note: We do not use any of our content for commercial purpose.