gangasati imageGangasati was a medieval saint poet of bhakti tradition of western India who composed several devotional songs in Gujarati language.

she was born in Vaghela Rajput family in Saurashtra region of present day Gujarat state of India circa 12th to 14th century. She married Kahalsang or Kahalubha of Samdhiala village near present day Bhavnagar. He was a follower of nijiya tradition of Bhakti Movement. They had a son, Ajobha, who was married to Paanbai.

The couple was religious and their home became centre of devotion activities which was small to house number of sadhus and people visiting. They moved to farm and built hut where they continued their religious activities.

According to traditional account, to prove his spiritual powers, Kalubha once resurrected a cow but later he regretted and decided to take samadhi and end his life. Gangasati urged him to let her take samadhi too but he refused and instructed her to wait until she had perfected Paanbai, her daughter-in-law, in path of devotion. She agreed and composed devotional songs, bhajans, one per day for fifty one days to teach Paanbai, the path of devotion. She took samadhi thereafter.

Page 2

  1. સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
    સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે
  2. Sarve Itihaas No Sidhdhant Ek Che – Gangasati Bhajans
    સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે સમજવી સદગુરુ કેરી શાન રે, વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી મેલી દેવું અંતરનું માન રે …. સર્વ ઈતિહાસનો
  3. Saral Chit Rakhine Nirmal Rehvu – Gangasati Bhajans
    સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી
  4. વચન વિવેકી જે નરનારી
    વચન વિવેકી જે નરનારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય રે, યથાર્થ વચનની સાન જેણે જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી.
  5. વીજળીના ચમકારે મોતીડા પરોવો
    વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ ! નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ ! એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે
  6. વિવેક રાખો તમે સમજી ચાલો
    વિવેક રાખો તમે સમજી ચાલો, ને વસ્તુ રાખો ગુપત રે મુખના મીઠા ને અંતરના ખોટા, ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે … વિવેક.
  7. વસ્તુ વિચારીને દીજીએ
    વસ્તુ વિચારીને દીજીએ જોજો તમે સુપાત્ર રે, વરસા સુધી અધિકારીપણું જોવું ને ફેર ન રહે અણુમાત્ર રે … વસ્તુ.
  8. વચન સુણીને બેઠાં એકાંતમાં
    વચન સુણીને બેઠાં એકાંતમાં, ને સુરતા લગાવી ત્રાટક માંય રે; સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા, ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે … વચન.
  9. મેરુ તો ડગે જેનાં મન ના ડગે
    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી.
  10. લાભ જ લેવો હોય તો
    લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં કૂંચી રે બતાવું અપાર રે, એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે ને લાગે ભજનમાં એક તાર રે …. લાભ જ લેવો હોય તો
  11. Yogi Thavu Hoy To Sankalp Ne Tyago – Gangasati Poems
    યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો, ને આદરો તમે અભ્યાસ રે, હરિ ભાળવા હોય તો હિંમત રાખો, જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે … યોગી.
  12. Mandane Sthir Kari Jagine Jano – Gangasati Bhajans
    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને.
  13. મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને
    મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને પકડ્યો વચનનો વિશ્વાસ રે, ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં થઈ બેઠાં સદગુરુના દાસ રે … મેદાનમાં
  14. માણવો હોય તો રસ માણી લેજો
    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ! હવે આવી ચૂક્યો પિયાલો, કે’વું હતું તે કહી દીધું પાનબાઈ! હવે રે’ણી પાળવા હેતથી હાલો … માણવો.
  15. પી લેવો હોય તો રસ પી લેજો
    પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય
  16. Manndane Sthir Kari Aavo Medanma – Gangasati Bhajans
    મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં, દેખાડું હરિ કેરો દેશ રે, હરિનો દેશ તમને એવો દેખાડું, જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી … મનડાને.
  17. મન વૃત્તિ જેની સદા રહે નિર્મળ
    મન વૃત્તિ જેની સદાય નિર્મળ પડે નહીં ભવસાગર માંહ્ય રે, સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું લાગે નહીં માયા કેરી છાંય રે ….
  18. Bhakti Harini Padmani Premda – Gangasati Bhajans
    ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ, રહે છે હરિ એની પાસ રે, એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે, જ્યારે થાવ સદગુરુના દાસ રે … ભક્તિ હરિની
  19. Premlakshana Bhakti Jene Pragati – Gangasati Bhajans
    પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ રે, સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને અઢળક પ્રેમ ઉરમાંય રે … પ્રેમલક્ષણા
  20. રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ
    રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ લોકની મરજાદ રે, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદવિવાદ રે … રમીએ
  21. ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
    ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે
  22. પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે
    પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યારે સનકાદિક આવ્યા તેને દ્વાર રે, રાજયોગનો અભ્યાસ બતાવ્યો જેથી પ્હોંચી ગયા પરાને પાર રે … પૃથુરાજ
  23. Chakshu Badlani Ne – Gangasati Bhajans
    ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી, ને ફળી ગઈ પૂરવની પ્રીત રે. ટળી ગઈ અંતરની આપદા, ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે … ચક્ષુ.
  24. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે
    પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે, ત્યારે સાધના સર્વ શમી જાય રે, કરવું એને કાંઈ નવ પડે ને સહજ સમાધિ એને થાય રે … પાકો પ્રેમ
  25. Navadha Bhakti Maa Nirmal Rehavu – Gangasati Bhajans
    નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં ને થઈને રહેવું એના દાસ રે … નવધા ભક્તિમાં
  26. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
    અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે … અભ્યાસ જાગ્યા પછી
  27. કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
    કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે, ને સમજીને રહીએ ચુપ રે, લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે, ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..
  28. અસલી જે સંત હોય તે ચળે નહીં
    અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.
  29. અંત:કરણથી પૂજાવાની આશા
    અંત:કરણથી પૂજાવાની આશા રાખે ને એને કેમ લાગે હરિનો સંગ રે, શિષ્ય કરવા નહિ એવા જેને પૂરો ચડ્યો ન હોય રંગ રે … અંતઃકરણથી.
  30. પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું
    પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું, ને આપું જોને નિર્મળ જ્ઞાન રે, જનમવા મરવાનું તમારું મટાડીને ધરાવું અવિનાશીનું ધ્યાન રે … પરિપૂર્ણ.
  31. પદમાવતીના જયદેવ સ્વામી
    પદમાવતીના જયદેવ સ્વામી તેનો પરિપૂર્ણ કહું ઈતિહાસ રે, એકાગ્ર ચિત્તે તમે સાંભળજો પાનબાઈ, એ તો થયાં હરિનાં દાસજી … પદ્માવતીના.
  32. ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ
    ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય
  33. છૂટાં છૂટાં તીર અમને મારો મા
    છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર
  34. ધ્યાન ધારણા કાયમ રાખવી
    ધ્યાન ધારણા કાયમ રાખવી, ને કાયમ કરવો અભ્યાસ રે, ભાળી ગયા પછી તૃપત ન થાવું, ને વિશેષ રાખવો ઉલ્લાસ રે … ધ્યાન.
  35. દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને એવું કરવું નહિ કામ રે, આપણી વસ્તુ ન જાય અવસ્થા ને એ જવાનું લેવું નહિ નામ રે … દળી દળીને.
  36. જુગતીને તમે જાણી લેજો પાનબાઈ
    જુગતીને તમે જાણી લેજો પાનબાઈ, મેળવી વચનનો તાર રે, વચનરૂપી દોરામાં સુરતાને બાંધો ત્યારે મટી જશે જમના માર રે … જુગતી
  37. જીવ ને શિવની થઈ એકતા
    જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે, દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો સુનની માંય રે … જીવ ને.
  38. ઊલટ સમાવ્યો સૂલટમાં
    ઊલટ સમાવ્યો સૂલટમાં ને સૂરતા ગઈ સૂન માંય રે, ભાળી સ્વામીની ભોમકા ને હરિ જોયા અખંડ સુન માંય રે … ઉલટ.
  39. જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં
    જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં, ત્યાં લગી ભગતિ ન થાય રે, શરીર પડે વાકો ધડ લડે, સોઈ મરજીવા કહેવાય રે … જ્યાં લગી
  40. એકાગ્ર ચિત્ત કરી સાંભળો
    એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, મોટો કહું છું ઇતિહાસ રે, એ ઇતિહાસ સાંભળશો ત્યારે પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે … એકાગ્ર
  41. ગુપત રસ આ જાણી લેજો
    ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ! જેથી જાણવું રહે નહિ કાંઈ, ઓઘ રે આનંદના કાયમ રહે, ને સેજે સંશય બધા મટી જાય … ગુપત.
  42. ગંગા સતી જ્યારે સ્વધામ ગયા
    ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક રે … ગંગા સતી
  43. કળજુગ આવ્યો હવે કારમો
    કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર, ભક્તિ ધરમ તે માંહે લોપાશે, રહેશે નહિ તેની મર્યાદ …. કળજુગ.
  44. એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું
    એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું, ને વાળ્યું સતીએ પદ્માસન રે, મન વચનને સ્થિર કરી દીધું ને અંતર જેનું છે પ્રસન્ન રે…એટલી.
  45. કળજુગમાં જતિ સતી
    કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં
  46. કાળધર્મ ને સ્વભાવને જીતવો
    કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે … કાળધર્મ.
  47. આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ
    આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ વચનથી અધિક નહીં કાંઈ રે, વચન જાણ્યા થકી શુદ્ધ પ્રેમ જાગે ને સુરતા નિર્ગુણમાં સમાય રે … આદિ અનાદિ
  48. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું
    સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું એ ચારે વાણી થકી પાર રે, સ્વપ્નમાં પણ જે ચળે નહીં એ તો નિર્ભય નર ને નાર રે … સત્ય વસ્તુમાં
  49. શીલવંત સાધુને વારે વારે નમીએ
    શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને
  50. વીણવો હોય તો રસ વીણી લેજો
    વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ! હવે આવ્યો બરાબર વખત; ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો, હવે લાંબો નથી કાંઈ પંથ … વીણવો.