Author: Kavi Kant

આજ,મહારાજ ! જલ ઉપર ઉદય જોઇને ચંદ્રનો,
હૃદયમાં હર્ષ જામે,

સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગનમાંહિ ઉત્કર્ષ પામે; પિતા,
કાલના સર્વ સંતાપ શામે !
નવલ રસ ધવલ તવ નેત્ર સામે,
પિતા, કાલના સર્વ સંતાપ શામે !

જલધિજલ ઉપર દામિની દમકતી,
યામિની વ્યોમસર માંહિ સરતી,
કામિની કોકિલા કેલી કૂંજન કરે,
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

-‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ



2 views today | 117 total views | 67 words | 0.35 pages | read in 0 mins


Disclaimer: All the stories, poems and images used on this website, unless otherwise noted are assumed to be in the public domain. If you feel your image or story or poem should not be here, please email us to [email protected] and it will be promptly removed.
Note: We do not use any of our content for commercial purpose.