Saral Chit Rakhine Nirmal Rehvu – Gangasati Bhajans

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને
અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી

રજ કર્મથી સદા દૂર રહેવું ને
કાયમ કરવો અભ્યાસ રે,
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં ને
શીખવો વચનનો વિશ્વાસ રે …. સરળ ચિત્ત રાખી

ડાબી ઇંગલા ને જમણી પિંગલા ને
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને
કાયમ રહેવું વ્રતમાન રે …. સરળ ચિત્ત રાખી

નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે
એમ નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ રે બોલિયા રે
ખેલ છે અગમ અપાર રે …. સરળ ચિત્ત રાખી

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને – ગંગા સતી



0 views today | 5 total views | 110 words | 0.58 pages | read in 1 mins


Disclaimer: All the stories, poems and images used on this website, unless otherwise noted are assumed to be in the public domain. If you feel your image or story or poem should not be here, please email us to [email protected] and it will be promptly removed.
Note: We do not use any of our content for commercial purpose.