શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને

શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે, મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે એવી રૂડી પાળે જોને રીત રે …. શીલવંત સાધુને

આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને એનાં જાગી ગયો તુરિયનો તાર રે, નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને સદાય ભજનનો જેને આરત રે … શીલવંત સાધુને

સંગત તમે જ્યારે એવાની કરશો ત્યારે ઉતરશો ભવ પાર રે, ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ દેખાડે હરિ કેરા દ્વાર …. શીલવંત સાધુને

– ગંગા સતીDisclaimer: All the stories, poems and images used on this website, unless otherwise noted are assumed to be in the public domain. If you feel your image or story or poem should not be here, please email us to [email protected] and it will be promptly removed.
Note: We do not use any of our content for commercial purpose.


0 views today | 1 total view | 107 words | 0.56 pages | read in 1 mins

Download:-