Yogi Thavu Hoy To Sankalp Ne Tyago – Gangasati Poems

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાળવા હોય તો હિંમત રાખો,
જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે … યોગી.

રજોગુણી તમોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણનો નાશ રે … યોગી.

સત્વગુણમાં ભેદ છે મોટો,
એક શુદ્ધ, બીજો મલિન કે’વાય રે,
મલિન ગુણોનો ત્યાગ કરવો જેથી
પરિપૂર્ણ યોગી થવાય રે … યોગી.

વિદેહદશા તેહની પ્રગટે,
જે ત્રણે ગુણથી થયો પાર રે;
ગંગાસતી એમ જ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂરિયામાં તાર રે … યોગી.

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો – ગંગા સતી



Disclaimer: All the stories, poems and images used on this website, unless otherwise noted are assumed to be in the public domain. If you feel your image or story or poem should not be here, please email us to [email protected] and it will be promptly removed.
Note: We do not use any of our content for commercial purpose.


0 views today | 3 total views | 103 words | 0.54 pages | read in 1 mins

Download:-